તમારા ઘરની આસપાસના ઝાડની મુલાકાત લો
ઝાડને ધ્યાન થી જુઓ, તેના પાન, થડ, ફૂલ, ફળ બધું જ ધ્યાન થી જુઓ
તેના પર કોઈ પક્ષી બેઠું છે કે ? કોઈ જીવજંતુ ?
ઝાડનું નામ શું છે? તેનું વૈજ્ઞાનિક નામ શું છે ? આ ઝાડનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તેને ફળ / ફૂલ કઈ ઋતુ માં આવે છે?
કોઈ જીવજંતુ ના નિશાન હોય જેમ કે કરોળિયાનું જાળું, કોઈ જીવજંતુ ની પોટી, કઈ પણ નિશાન મળે તો એના વિષે લખો
તમારી નોટ માં નીચેની વસ્તુઓ લખો :
ઝાડનું સામાન્ય નામ :
વૈજ્ઞાનિક નામ :
ઝાડ ક્યાંનું છે ?
તેના ઉપયોગ ?
તેના વિશેની કોઈ ખાસ વાત :
ઝાડનું કોઈ પાન / ફૂલ / ફળ ચોટાડો
તમને આ ઝાડ વિષે કોઈ પ્રશ્નો હોય તો લખો
આ ઝાડ સાથે તમારી કોઈ યાદ જોડાયેલી હોય / બાળપણની કે કોઈ પણ સમયની તો એના વિષે લખી શકો
ઝાડનો ફોટો
----
શનિવાર સુધી 5 ઝાડ વિષે માહિતી સાથેનો ફોટો સૂરજને વોટ્સએપ પર મોકલી આપજો,
સૂરજ વોટ્સએપ માંથી ફોટા ડાઉનલોડ કરી બેઝકેમ્પ નામની એપ માં મૂકી દેશે ત્યાંથી અમે બધા જોઈ શકીશું
કોઈ પણ પ્રશ્ન હોય તો ગ્રુપ માં પૂછી શકો છો