બાળકો વિશેના અવલોકન :
આ ડોક્યુમેન્ટ માં બાળકોની નીચેની બાબતોને ધ્યાન માં રાખી અવલોકન નોંધવામાં આવ્યા છે.
આ ડોક્યુમેન્ટ માં બાળકોની નીચેની બાબતોને ધ્યાન માં રાખી અવલોકન નોંધવામાં આવ્યા છે.
- સાથે કામ કરવાની આવડત
- શીખવાની, ભાગ લેવાની તત્પરતા
- સામાન્ય - ઓવરઓલ વર્તન
આ બાળકો સાથે ના મર્યાદિત મેળાપ માંથી ઉપજેલા અવલોકનો છે. એમાં કોઈ ફાઇનલ વાત નથી, કેમ્પ દરમિયાન આ જોવા મળ્યું, કદાચ જુદી પરિસ્થિતિ માં બાળકો જુદું વર્તન પણ કરે. આ અવલોકન નો હેતુ આપણા બાળકો ને જજ કર્યા વગર કે આ બાળકો હવે બદલવાના નથી એવું માનવાની જગ્યાએ - બાળકો ને નજીક થી જાણવાની અને તેમની સાથે તેમની વિકાસની યાત્રા માં જોડાવાની શક્યતા તરીકે જોવું ઉચિત રહેશે.
માનુષ :
- વિચારવાની અને લખવાની પ્રવૃતિઓ માં થોડો ઓછો રસ આવતો હતો
- ક્રિકેટ રામવામાં ખુબ રસ હતો , ફિજિકલ એક્ટિવિટી માં રસ પડતો હતો.
- એડવેન્ચર પાર્ક માં એને ખુબ મજા પડી હતી. ત્યાં એને પોતાની જાતને થોડી સ્ટ્રેચ કરીને પણ પ્રવર્તી કરી હતી
- એની ઉંમર ના બાળકો સાથે કોલોબ્રેટ કરી શકતો હતો (વિયા, જેસલ, અનન્યા)
- એ કેમ્પ ફાયર કમિટી નો ભાગ હતો જેમાં તેને સરસ રીતે કામ કર્યું
વિશ્વરાજ :
- ખુબ જ જિજ્ઞાસુ છે. સરસ મજાના સવાલ પૂછે છે અને જ્યા સુધી જવાબ ના મળે ત્યાં સુધી પાછળ પડ્યો રહે છે.
- ટ્રેઝર હન્ટ ગેમ માં તે ખુબ સરસ આઈડિયા આપતો હતો
- તેનાથી મોટી ઉંમર ના બાળકો ઘણી વાર તેને ગ્રુપ માં ઈન્ક્લુડ નહોતા કરતા, અમુક વાર તેને ચીડવતા હતા. તેમ છતાં તે ખુશ રહેતો હતો, ગ્રુપ માં કોન્ટ્રીબ્યુટ કરવાનો પ્રયત્ન કરતો હતો. કેટલીક વાર જરાક ગુસ્સે પણ થઇ જતો હતો
- બધી પ્રવૃત્તિ માં તત્પરતા થી ભાગ લેતો હતો અને પોતાની આવડત પ્રમાણે કોન્ટ્રીબ્યુટ કરતો હતો.
સ્વરા :
- સ્વરા ટીનએજ બાળકોના ગ્રુપ માં જોડાવા માટે મથી રહી હતી. બીજા બાળકો એને uncool સમજતા હતા એવું એને લાગે છે. એની સેલ્ફ એસ્ટીમ ઓછી થઇ ગઈ હતી. એની પર્સનાલિટી થોડી અલગ છે. એને કેમ્પ દરમિયાન એ ગ્રુપ માં જોડાવાની ખુબ કોશિશ કરી પોતાના આઈડિયા આપીને, કાંઈક કરી બતાવીને - અમુક અંશે એ સફળ રહી પણ જો એ જેવી છે એવી પોતાની જાતને સ્વીકારે, કોન્ફિડન્સ લાવે તો વધારે ખુશ રહી શકશે.
- સ્વરા ખુબ જ સંવેદનશીલ, શીખવા માટે તૈયાર રહતી છોકરી છે.
- એડવેન્ચર પાર્ક માં એ weight conscious થઇ ગઈ હતી એને લાગતું હતું કે એનું વજન વધારે છે અને એ એક્ટિવિટી પુરી નહીં કરી શકે પણ એને પ્રયત્ન કર્યો. એને પ્રયત્ન કર્યો એ ખુબ જ મહત્વનું છે
- એણે રિફ્લેક્ટ કર્યું કે એ ફોન વગર 5 દિવસ રહી શકે છે
સાર્થક :
- ટ્રેઝર હન્ટ રમતી વખતે ખુબ જ હાઇપર થઈ ગયો હતો, ગુસ્સે થઇ ગયો હતો પણ પછી એને રિફ્લેક્ટ કર્યું અને માફી માંગી.
- બધા ગ્રુપ સાથે કામ કરી શકતો હતો
- બધી પ્રવૃતિઓ માં આગળ પડતો ભાગ લેતો હતો
- કેમ્પની વિવિધ કમિટી માંથી તે 'વેકીંગ અપ / ટાઈમ મેનેજમેન્ટ' કમિટી માં હતો જેમાં તેને સવારે વહેલા બધાને ઉઠાડી ને સેશન માં લાવવાનું કામ સુપેરે પર પડ્યું
- પોતાની વાત સરસ કોમ્યુનિકેટ કરી શકે છે. વિવિધ પ્રવૃત્તિમાં લીડ લઇ શકે છે.
- શારીરિક અને માનસિક બંને પ્રકારની પ્રવૃત્તિ માં રસ પડે છે
વૈષ્ણવી :
- બાયોલોજી માં રસ છે. જિજ્ઞાસુ છે સવાલ પૂછે છે
- વાંચવામાં રસ છે
- પોતાનો પોઇન્ટ પ્રુવ કરવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે, અવાજ નો ટોન બદલાઈ જાય છે. ગુસ્સે થઇ જાય છે. બોડી લેન્ગવેજ બદલાઈ જાય છે.
- એની ઉંમરના અને એનાથી નાની ઉંમરના બાળકો સાથે મળીને કામ કરી શકે છે. નાના બાળકોના આઈડિયા પણ સાંભળી લે છે અને એમને બોલવાનો મોકો આપે છે.
- એ પોતાના રૂમમાં બીજા 6 બાળકો સાથે એડજેસ્ટ કરીને રહી એ એના માટે અચિવમેન્ટ હતી
- અમુક વાર એવું લાગે કે એ પોતાની જાતને બહુ સિરિયસ લે છે. સેલ્ફ ઓબ્સેસ્ડ હોય એવું લાગે
હૃદય :
- બીજા બાળકો ને ઓળખતો નહોતો એટલે ગ્રુપ માં થોડો એકલો અટૂલો રહેતો હતો.
- ગ્રુપ એક્ટિવિટી માં ગાયબ થઇ જતો હતો, બીજા ગ્રુપના બાળકો એને પ્રવૃત્તિ માં જોડતા ન હતા એ પણ એક કારણ હોઈ શકે.
- કેમ્પફાયર દરમિયાન રીડલ્સ અને અન્ય પ્રવૃત્તિ માં ભાગ લીધો હતો
- ક્રિકેટ રમવામાં રસ હતો. એડવેન્ચર પાર્ક માં પણ એને મજા આવી
- એના ગ્રુપમાં એનાથી નાની ઉંમરના બાળકો આવતા ત્યારે એને ગ્રુપમાં રહેવા માં થોડું રજિસ્ટન્સ આવતું
ક્રીશીવ :
- ટ્રેઝર હન્ટ માં આઈડિયાઝ આપ્યા , તત્પરતા થી ભાગ લીધો
- એનાથી નાની ઉંમરના બાળકો સાથે અમુક વાર મજાક ઉડાવતો અને ચીડવતો. કેટલીકવાર ગ્રુપ માં તેમને બોલવાની તક આપતો અને ઈન્ક્લુડ કરવાનો પ્રયત્ન પણ કરતો
- વૈષ્ણવી અને કુશાગ્ર સાથે ગ્રુપ માં ખુબ કમ્ફર્ટેબલ હતો એ ગ્રુપ નહોતો છોડતો કે નવા ગ્રુપ માં જવાનો પ્રયત્ન નહોતો કરતો
- બધી પ્રવૃત્તિ માં આગળ પડતો ભાગ લેતો
- બે ગ્રુપ વચ્ચે કોન્ફ્લિક્ટ થયો ત્યારે તેણે મધ્યસ્થની ભૂમિકા ભજવી હતી
- કોલબ્રેટ કરવામાં કે ગ્રુપ વર્ક કરવામાં એને બહુ સ્ટ્રેચ કરવું પડતું નહોતું , કદાચ એ પોતાના જાણીતા લોકોના ગ્રુપ માં હતો એટલે એવું બની શકે. એની ઉંમર થી નાના બાળકો સાથેના ગ્રુપ માં એને થોડું સ્ટ્રેચ કરવું પડ્યું હતું.
કુશાગ્ર :
- ક્રિકેટ રમવાણી ખુબ માજા પડી
- એડવેન્ચર પાર્ક માં માજા આવી. સામાન્ય રીતે ફિજિકલ પ્રવૃતિઓ ગમે છે
- બે ગ્રુપ માં કોન્ફ્લિક્ટ થયો ત્યારે એ શાંત રહી શક્યો, રિફ્લેક્ટ કરી શક્યો
- ગ્રુપ વર્ક માં નાની ઉંમરના બાળકોને જોડવામાં મુશ્કેલી પડતી હતી પણ એને સતત પ્રયત્ન કર્યો. કેટલીક વાર એવું બનતું કે એનું ચીજો વિષેનું જ્ઞાન અને એની બોલવાની રીત બીજા લોકો માટે જરાક ઓવરવેલમિંગ કે ડરાવની થઇ પડતી જેથી બીજા લોકો ગ્રુપમાં જોડાવા થી ઘભરાતા.
- લખવું એટલું બધું પસંદ નથી
- મેપ વાળી પ્રવૃત્તિમાં પણ એને મજા ન આવી
વિયા :
- હંમેશા જેસલ, માનુષ અને અનન્યા ના ગ્રુપ માં રહેતી.
- ગ્રુપ એક્ટિવિટી માં ભાગ લેતી અને પ્રશ્નો પણ પૂછતી
- એ પોતાના પોઇન્ટ સરસ રીતે કોમ્યુનીકેટ કરતી
- એને સ્ટોન પેઇન્ટિંગ ખુબ ગમે છે
- પોતાની ઉંમરના બાળકો સાથે સરસ રીતે ગ્રુપ વર્ક કર્યું. મોટા બાળકો સાથે પણ ગ્રુપ વર્ક કરવાનો પ્રયત્ન કરતી, હતાશ નહોતી થતી
- ટ્રેઝર હન્ટ માં સરસ મજાના નવા - તાજા આઈડિયા આપતી હતી. ઊંઘ આવતી હતી પણ ટાસ્ક પૂરો કરીને જ રહીશું એવી હિંમત સાથે કામ કરતી
- એ હાઈક કરી શકી, એટલું ચાલી શકી અને પહેલા કરતા ઓછું થાકી એ વાત પાર રિફ્લેક્ટ કરી એ ખુબ ખુશ થઇ
જેસલ :
- નદી કિનારે વોક કરવા ગયા ત્યારે પક્ષીઓ જોવાની મજા પડી અને હવે તેને બર્ડ વૉચિંગ માં રસ જાગ્યો છે
- આર્ટ - સ્ટોન પેઇન્ટિંગ ખુબ પસંદ છે
- નેચર ની વિવિધતાને જોવામાં - માણવામાં ખુબ રસ છે. આ રસ ને વધાવી લેવો જોઈએ, એન્કરેજ કરવો જોઈએ અને જુદી જુદી પર્યાવરણ સંબંધી પ્રવૃત્તિમાં જોડવી જોઈએ
- મોટા નાના બધા બાળકો સાથે એડજેસ્ટ થઇ જતી, ખુશ ખુશ રહેતી અને આખા કેમ્પ ને એક પોઝેટીવ એનર્જી થી ભરી દેતી
- અનન્યા, માનુષ અને વિયા સાથે ખુબ સરસ ગ્રુપ વર્ક કરતી
- એણે પોતે લીડ લઈને સ્ટોન પેઇન્ટિંગ વર્કશોપ અરેન્જ કર્યો
- બધી પ્રવૃતિઓ માં આગળ પડતો ભાગ લેતી હતી
- એડવેન્ચર પાર્ક પણ એને ખુબ માજા આવી
- બધી વસ્તુ માં એ ફ્લેક્સિબલ અને ઓપન હતી જે એની સૌથી મોટી ખૂબી છે
અનન્યા :
- માનુષ, વિયા અને જેસલ સાથે ગ્રુપ માં રહેતી હતી. મોટા બાળકો સાથે એટલું કોમ્યુનીકેટ નહોતી કરતી
- દરેક પ્રવૃત્તિ માટે ઓપન હતી
- બિંગો, ટ્રેઝર હન્ટ માટે આઈડિયા આપતી હતી. અનન્યાએ રિફ્લેક્ટ પણ કર્યું કે ટ્રેઝર હન્ટ માં એ સરસ આઈડિયા આપી શકે છે અને ટિમ માં કામ કરી શકે છે
રિયાંશ :
- કેમ્પફાયર કમિટી માં સરસ કામ કર્યું
- ટેક્નિકલ ચીજો માં વધારે રસ છે
- એડવેન્ચર પાર્ક માં પોતાની જાત ને સ્ટ્રેચ કરીને પણ પ્રવૃત્તિ કરી
- બધી પ્રવૃત્તિ માં આગળ પડતો ભાગ લેતો હતો અને નવા વિચારો માટે ઓપન હતો
- He did excellent work in camp fire committee
- He was able to work in groups with different age group in whatever capacity he could
- He stretched himself and did activity in adventure park
- He was open for new task, ideas and experiences. He participated almost every activities in the camp
કાર્તિક :
- He was able to work in groups with different age group in whatever capacity he could
- He stretched himself and did activity in adventure park
- He was open for new task, ideas and experiences. He participated almost every activities in the camp
કાર્તિક :
- બધી પ્રવૃત્તિ માં સરસ રીતે ભાગ લીધો
- હજી પોતાની ઓળખ શોધી રહ્યો છે. એને આ પ્રકારના બીજા એક્સપોઝર મળશે તો એના કોન્ફીડનસ માં વધારો થશે. પોતાનું ખરું વ્યક્તિત્વ ઉઘાડી શકશે
- ફિજિકલ પ્રવૃતિઓ માં એને ખુબ રસ છે. ક્રિકેટ, એડવેન્ચર પાર્ક માં એને ખુબ માજા આવી
- વાંચવા - વિચારવાની પ્રવૃત્તિ માં ઓછો રસ છે પણ તોયે એને પ્રયત્ન કર્યો
- એણે રિફ્લેક્ટ કર્યું કે એ 5 દિવસ સુધી ફોન વગર રહી શકે છે
- એની ઉંમર સિવાય ના બાળકો સાથે થોડુંક ચીડવવાનું - મજાક કરવાનું, પોતાનો પાવર દેખાડવાનું એવું કરતો હતો પણ અમુક વાર નાના બાળકો ને પોતાની ટીમમાં ઈન્ક્લુડ કરવાનું પણ કર્યો હતો. આ વિષય પર વાત કરી શકાય કે ખાલી પોતાની શક્તિ દેખાડીએ અને બીજા ઉપર રોફ જમાવીએ એ એટલું સંવેદનશીલ વર્તન નથી. શું આપણે બીજા ને સાથે લઈને છળી શકીએ, એમને ઉતારી પાડવાને બદલે એમને બરાબરીનો દરજ્જો આપી શકીએ ?
વરદા :
- વરદા બધી પ્રવૃત્તિમાં આગળ પડતો ભાગ લીધો
- એ નવા અનુભવો માટે ઓપન અને ફ્લેક્સિબલ હતી
- નાના બાળકો થી લઈને મોટા બાળકો સાથે ગ્રુપ વર્ક કરવાનો પ્રયત્ન કરતી હતી
- એણે પોતે પણ રિફ્લેક્ટ કર્યું કે સારું ટિમ વર્ક કરી શકે છે
- વરદાને સર્જનાત્મક લેખન માં રસ છે
- વરદા કોન્ફ્લિક્ટ વખતે પોતાની જાતને શાંત રાખી શકે છે અને પોતાનો પોઇન્ટ શાંતિ થી કોમ્યુનીકેટ કરી શકે છે